રેલવે સ્ટેશન પર મળતી ફ્રી વાઈ-ફાઈ સેવાનો લાભ લેવા આ સ્ટેપ્સ ફોલો કરો

PM મોદીની મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ભારતને 400 રેલવે સ્ટેશનો પર મફત વાઈ-ફાઈ આપવાની સુવિધા શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (7 જૂને) ભારતીય રેલવેની ટેલિકોમ કંપની રેલટેલ સાથે પાર્ટનરશીપમાં ગૂગલે આ ઉપલબ્ધિની જાહેરાત કરી.

અસમનું ડિબ્રૂગઢ ફ્રી વાઈ-ફાઈ આપનારું 400મું સ્ટેશન

અસમનું ડિબ્રૂગઢ રેલવે સ્ટેશન મફત સાર્વજનિક વાઈ-ફાઈની સુવિધા આપનારું 400મું સ્ટેશન બની ગયું છે. રેલવે સ્ટેશનોના યાત્રીઓને મફતમાં વાઈ-ફાઈની સુવિધા આપવા માટે આ યોજનાની શરૂઆત 2016માં થઈ હતી અને બે વર્ષમાં તે પુરી થઈ ગઈ. ત્યારે 400 રેવલે સ્ટેશનો પર જ યોજનાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

કેટલા સમય સુધી કરી શકશો વાઈ-ફાઈનો ઉપયોગ

રેલવાયરના વાઈ-ફાઈ હોટ સ્પોટ રેલવે સ્ટેશનમાં ઉપસ્થિત લોકોને 30 મિનિટ ફ્રી ઈન્ટરનેટ સેવા આપે છે. આ દરમિયાન 350 એમબી ડેટા ખર્ચ કરી શકે છે. આ હાઈસ્પીડ ડેટામાં બ્રાઉઝિંગ અને ડાઉનલોડ બંને શામેલ છે. પરંતુ જો અત્યાર સુધી રેલવે સ્ટેશન પર તમે આ સુવિધાનો લાભ નથી લીધો તો અમે તમને જણાવીશું કે કેવી રીતે તેનો લાભ લેવો.

વાઈ-ફાઈનો ઉપયોગ માટે આ સ્ટેપ્ટ ફોલો કરો

સૌથી પહેલા તે સ્પષ્ટ કરો કે તમે રેલવાયર વાઈ-ફાઈ મળતા રેલવે સ્ટેશનમાં છો. તમે જે ડિવાઈસમાં (સ્માર્ટફોન-લેપટોપ) વાઈ-ફાઈની સુવિધા જોઈએ તેના સેટિંગ્સમાં જઈને વાઈ-ફાઈ ઓન કરો. જો તમે કવરેજ એરિયામાં છો તો તમને ડિવાઈસમાં રેલવાયર વાઈ-ફાઈ એસએસઆઈ જોવા મળશે.

રેલવાયરમાં સાઈન-ઈન કરો

વાઈ-ફાઈ કનેક્ટ કરવા માટે રેલવાયર ઓપ્શન પર ટેપ કરો અને નેટવર્કમાં સાઈન-ઈન કરવા માટે તમને નોટિફિકેશન મળશે. આ નોટિફિકેશન પર ટેપ કરો, આમ કરતા જ ગૂગલ રેલવાયર સર્વિસ સિક્યોર્ડ વેબપેજ ખુલશે. આ પેજ ખુલતા જ તમને તેમાં સૌથી ઉપર સ્ટાર્ટ બટન જોવા મળશે, તેના પર ટેપ કરો.

OTP નંબર એન્ટર કરો

અહીં તમને રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર પૂછવામાં આવશે. તેમાં રજીસ્ટર કરેલા નંબર પર તમને OTP મળશે. આગળના પેજમાં તમારે આ પાસવર્ડ નાખીને કનેક્ટ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી તમારું રેલવાયર વાઈ-ફાઈ કનેક્શન શરૂ થઈ જશે. હવે તમે સાઈન-ઈન વેબપેજથી બહાર જઈને મફતના વાઈ-ફાઈનો આનંદ માણી શકો છો.

માત્ર વન ટાઈમ સાઈન-ઈન જરૂરી

સારી વાત એ છે કે એકવાર રેલવાયર સાથે ડિવાઈસ કનેક્ટ થયા બાદ ફરીથી આ સુવિધાનો લાભ લેવા માટે તમારે સાઈન-ઈન નહીં કરવું પડે. ડિવાઈસ માત્ર વાઈ-ફાઈ ઓન કરવા પર જાતે જ કનેક્ટ થઈ જશે.

 

from I Am Gujarat https://ift.tt/2Jnq5V3
via IFTTT

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s