Featured

વાંકાનેર જીનપરા બ્રાહ્મણ શેરી ની મહિલા દ્વારા પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરતી જોવા મળે છે

વાંકાનેર જીનપરા બ્રાહ્મણ શેરી ની મહિલા દ્વારા

પુરુષોત્તમ માસ નિમિતે ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે

પવિત્ર પુરુષોત્તમ મહિના દરમ્યાન કરાતા દાન, પુણ્ય, ધાર્મિક કથાઓ, વ્રત, ઉપવાસ, સત્સંગ, ઈશ્વરની પૂજા-સેવા જેવા કાર્યોનું પુણ્ય, ધાર્મિક મહાત્મય સામાન્ય દિવસો કરતાં અધિક મનાઇ છે. 16 મે થી શરૂ થયેલા પુરુષોત્તમ મહિના દરમ્યાન વાતાવરણ પણ ભક્તિ ભાવે રંગાયેલું જોવા મળે છે, મહિલાઓ દરેક શેરી, ગલી, સોસાયટી કે મહોલ્લામાં ધોમ ધખતા તાપમાં પણ ઝાડ નીચે પુરુષોત્તમ ભગવાન, ઘરમાં, ત્રિકમરાય અને ચાર રેતીની ઢગલીઓ કરી એકત્ર થઇ મહિલાઓ ઈશ્વરની પૂજા, જાપ, મંત્ર અને કિર્તન કરતી જોવા મળે છે

વાતાવરણ ભક્તિ ભાવે રંગાયેલું જોવા મળે છે

રીપોટર :- પ્રભુ ચૌધરી

 

Advertisements

પેટ્રોલ-ડીઝલના ભાવ 29મે પછી પહેલી વખત વધ્યા

નવી દિલ્હી:પેટ્રોલ-ડીઝલના ભાવ એક મહિનાથી વધુ સમયના બ્રેક પછી ગુરુવારે વધ્યા છે. ક્રૂડના વૈશ્વિક ભાવમાં વૃદ્ધિ અને રૂપિયાના મૂલ્યમાં નબળાઈને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 16 પૈસા અને ડીઝલમાં 12 પૈસા વધારો કર્યો છે. આ સાથે ભાવમાં આઠ દિવસ પછી ફેરફાર થયો છે. અગાઉના ભાવવધારા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે અથવા તે સ્થિર રહ્યા છે.

દિલ્હીમાં IOCના પમ્પ પર ગુરુવારે પેટ્રોલનો ભાવ લિટર દીઠ ₹75.71 અને ડીઝલનો ભાવ ₹67.50 હતો. 29 મે પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ પહેલી વૃદ્ધિ છે. એ સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹78.43 અને ડીઝલનો ભાવ ₹69.31ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. ક્રૂડના વૈશ્વિક ભાવમાં વૃદ્ધિ છતાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 26 જૂનથી 4 જુલાઈના ગાળામાં પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ રાખ્યા હતા.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડના વૈશ્વિક ભાવ અને કરન્સીની વધઘટના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરતા હતા. જોકે, હવે એ ચલણ બંધ થયું હોય એમ જણાય છે. કારણ કે છેલ્લા કેટલાક સમયમાં ક્રૂડના વૈશ્વિક ભાવ વધ્યા હોવા છતાં તેમણે ભાવવધારો કર્યો નથી. એવી રીતે જ્યારે ક્રૂડમાં ઘટાડો થાય ત્યારે પણ તેઓ ભાવ ઘટાડતા નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સરકારની ઇચ્છા પ્રમાણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જેથી ઇંધણના ઊંચા ભાવ અંગે લોકોની નારાજગીને અંકુશમાં રાખી શકાય. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ના ગાળામાં પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટર દીઠ ₹11.77 અને ડીઝલમાં ₹13.47નો વધારો કર્યો હતો. ગયા ઓક્ટોબરમાં એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરે માત્ર ₹બેનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

64881414

]]>

from I Am Gujarat https://ift.tt/2tZwBvy
via IFTTT

વાંકાનેર ના ધિયાવડ ગામેથી પોલીસે 9 લાખથી વધુના દારૂ સાથે એકને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકામાં આવેલ ઘીયાવડ ગામની ખાલીપો નામની સીમમાં આવેલ ભીમાભાઈ ની વાડી ની બાજુમાં ખરાબાની જમીનમાં આવેલ મકાનમા મોરબી એલ.સી.બી. ટીમે દરોડો પાડી વિદેશી દારૂ બોટલ નંગ 2472 કિંમત 915300, એક સ્કોર્પિયો ગાડી કિંમત 150000 અને મોબાઈલ 5000 મળીને કુલ 1070300 નો મુદ્દામાલ સાથે મહેશ ઉર્ફે મુન્નો ધુઆભાઈ કોળી નામના શખ્સને ઝડપી પાડયો હતો . અનીરૂધ્ધસિહ ગંભીરસિંહ ઝાલા ઉર્ફે મોન્ટુભા રહે. ખેરવા વાળા નું નામ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી છે

રીપોટર :- નિતીન રાજગોર

from AT THIS TIME https://ift.tt/2lZs6Ns
via IFTTT

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા શનિવારે મેગા જોબ ફેર

રોજગાર વિનિમય કચેરી, મોરબીના દ્વારા તા. ૦૭ ને શનિવારના રોજ સવારના ૧૧.00 કલાકે વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ. મોરબી ખાતે “મેગા જોબ ફેર” યોજાશે

જેમાં આઈટીઆઈ, (ફીટર/ઇલેક્ટ્રોનીક્સ/વાયરમેન/ ડીપ્લોમાં (સિરામિક/કેમીકલ) સ્નાતક, અનસ્કીલ્ડ એચ.એસ.સી./એસએસસી વગેરેની લાયકાત અને ૧૮ થી ૩૫ વર્ષની લાયકાત ધરાવતા ઉમેદવારો ખાનગી ક્ષેત્રોમાં કારકીદી બનાવવા ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. જોબ ફેરમાં મોરબીના તેમજ બહારની કપનીઓના અગ્રગણ્ય એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે,

જેથી રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,સ્કુલ લીવીંગ સર્ટી. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ. બાયોડેટાની. વગેરે નકલો સાથે, સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો તેમજ અગાઉથી ખાલી જગ્યાઓ નહી નોંધાવેલ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહી શકશે. મેળામાં એપ્રેન્ટિશશિપમાં જોડાવવા માટે પણ પસંદગીની કાયવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા મોરબીની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.

રીપોટર :- નિતીન રાજગોર

from AT THIS TIME https://ift.tt/2IZaOZL
via IFTTT

આવતા મહિને તિરુપતિ જવાનો પ્લાન હોય તો તેને કેન્સલ કરી નાખજો

12 વર્ષે એક વાર થાય છે ખાસ વિધિ

તિરુમાલા: વિશ્વ વિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં થનારી એક ખાસ વિધિને કારણે આવતા મહિને આ મંદિર પાંચ દિવસ માટે બંધ રહેશે. આ વિધિ દર 12 વર્ષે એક વાર થાય છે, અને તે વિધિ ચાલતી હોય ત્યારે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ વિધિ 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે.

48 દિવસ સુધી વિવિધ કામ, પૂજા થશે

તિરુપતિ મંદિરમાં 17 ઓગસ્ટથી લઈને 3 ઓક્ટોબર સુધી પણ વિવિધ પ્રકારની પૂજા તેમજ મંદિરમાં રિનોવેશન, ભગવાનના આભૂષણોની સાફ-સફાઈ કે રિપેરિંગ સહિતના કામ તેમજ વિવિધ પૂજા અને વિધિ થવાના હોવાથી આ સમગ્ર દિવસો દરમિયાન દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને થોડી તકલીફ ઉઠાવવી પડી શકે છે.

મર્યાદિત દર્શનાર્થીઓને મળશે પ્રવેશ

આ વિધિનું નામ અષ્ટબંધન બાલલ્યા મહાસંપ્રોક્ષણમના નામથી ઓળખવામાં આવે છે. મંદિર બંધ રાખવાની સત્તાવાર જાહેરાત આ મહિને જ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વિધિનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરાયો છે. આ ઉપરાંત, મંદિરમાં 11 ઓગસ્ટે પણ માત્ર 30 હજાર જેટલા જ દર્શનાર્થીઓને પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરના દર્શન કરવા રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

48 દિવસ સુધી મંડલ અભિષેક

મંદિરમાં 15 ઓગસ્ટના રોજ મહા શાંતિ થિરુમાનજનમ વિધિ કરવા આવશે, ત્યારબાદ 17 ઓગસ્ટથી 3 ઓક્ટોબર સુધી 48 દિવસ સુધી મંડલ અભિષેક કરવામાં આવશે, અને આ દિવસો દરમિયાન જયા-વિજયાના મંદિરથી આગળ દર્શન કરવા દેવામાં નહીં આવે. 12 ઓગસ્ટે મંદિરમાં કાલાકર્ષના વિધિ કરાશે, અને તે વખતે મંદિરના સ્ટાફને પણ રામુલાવરી મેડાથી આગળ નહીં જવા દેવાય.

દર્શનાર્થીઓને અગવડ પડી શકે છે

ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં તિરુપતિ મંદિર જતા હોય છે, ત્યારે જો તમારો પણ આ તારીખોમાં જવાનો પ્લાન હોય તો જરા વિચારી લેજો. જો તમે પણ આ દિવસોમાં જ તિરુપતિ જવાના હો તો શક્ય છે કે ત્યારે તમને દર્શન કરવા જ ન મળે, અથવા તો લાઈનમાં કલાકો સુધી ઉભા રહીને પણ તમારો વારો ન આવે.

from I Am Gujarat https://ift.tt/2lYINs0
via IFTTT

સિક્સ પેક બનાવવા છે તો આજથી જ શરુ કરો ઘઉંના ફાડાની ખીચડી

શું તમે જાણો છો ઘઉંના ફાડાના આ ફાયદા?

આપણે ત્યાં ઘઉંના ફાડાની આઈટમ તો વર્ષોથી રસોડાનો ભાગ છે. પછી તેની ખચડી બનાવીએ કે લાપસી. ઘઉંના ફાડાને થુલી પણ કહેવાય છે. તેનું કારણ છે ઘઉંના ફાડાની આઇટમ્સ બનાવવામાં સહેલી અને પચવામાં પણ ખબજ હળવી હોય છે. પણ આ ઉપરાંત આ ફૂડ ખૂબ જ ન્યુટ્રિશનય યુક્ત હોય છે. વજન ઉતારવાથી લઈને ડાઇજેશન અને કબજીયાતમાં ખૂબ જ ઉપયોગી ફૂડ છે ઘઉંના ફાડા અને તેની આઈટમ્સ. જ્યારે તમને તેના ફાયદા જાણશો તો રોજ પોતાની ડિશમાં સમાવેશ કરી લેશો.

વજન ઉતારવા માટે ઈફેક્ટિવ

રોજ એક બાઉલ ઘઉંના ફાડાની ખીચડી અથવા બીજી આઈટમ ખાવાથી વજન ઉતરે છે. ઘઉંના ફાડામાં ફાઈબર પ્રચૂર માત્રામાં હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઉતારવામાં મદદ મળે છે. તેમજ કેલેરી પણ ઓછી હોવાના કારણે બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક બાઉલ ઘઉંના ફાડાને દુધ સાથે ખાવ તો તેમાં માત્ર 220 કેલેરી જ હોય છે.

કબજીયાત દૂર કરે

ઘઉંના ફાડા હકીકતમાં ઘઉના ફોતરામાંથી બને છે. જેના કારણે તેમાં ફાઈબરની માત્રા ખૂબ વધુ હોય છે. જે તમારા આંતરડાને ક્લીન કરીને કબજીયાત દૂર કરવામાં મદદ કરે છે. જો તમારે બેસ્ટ પરિણામ જોઈએ છે તો દરરોજ એક બાઉનલ ઘઉના ફાડા દૂધ સાથે ભેળવી ખાવા જોઈએ.

ડાયાબિટિસના દર્દી માટે ઉત્તમ

ઘઉંના ફાડામાં જટીલ કાર્બોહાઈડ્રેડ હોય છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સામં લો હોવાના કારણે તમારા બ્લડમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રીત કરે છે. જેથી બ્લડ શુગર મેન્ટેઇન થાય છે.

સિક્સ પેક બનાવવામાં મદદગાર

સાંભળીને વિશ્વાસ નહીં આવે પણ ઘઉંના ફાડા તમને સિક્સ પેક બનાવવામાં ખૂબ મદદરુપ થશે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટિન, મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. જે તમારા બોડીમાં મસલ્સ માસ વધારે છે અને તમારા વર્કઆઉટની અસર જલ્દી દેખાવામાં મદદ કરે છે.

કોલેસ્ટરોલ કંટ્રોલમાં રાખે

તેમાં રહેલ વધુ માત્રામાં ફાઈબર શરીરના કોલેસ્ટરોલ લેવલને કંટ્રોલમાં રાખે છે અને આ રીતે હાર્ટ માટે ફાયદાકારક નીવડે છે.

દૂધ પિતા બાળકો માટે બેસ્ટ ફૂડ

ઘઉંના ફાડાની ખીચડી નાના દૂધ પીતા બાળકો માટે માતાના દૂધ ઉપરાંત બીજો સૌથી બેસ્ટ વિકલ્પ છે. માતાનું દૂધ છોડાવીને ધીમે ધીમે તેને અન્ય ફૂડની શરુઆત કરાવવી હોય તો થુલીની ખીચડી અને બીજા શાકભાજી સાથે ભેળવીને દઈ શકાય છે.

બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ

કેટલાક શોધ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘઉંના ફાડાને મેનોપોઝ બાદ નિયમિતરુપે લેવાથી આ મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ થાય છે.

બાળકના શારીરિક વિકાસમાં ઉત્તમ

ઘઉંના ફાડા વિટામિન-B, મિનરલ્સ, ફાઇબર્સ અને પ્રોટિનનો કુદરતી સોર્સ છે. જે બીજા પેકેજ્ડ ફૂડ કરતા ક્યાંય વધુ આરોગ્યપ્રદ અને પોષણક્ષમ આહાર છે. તેમાંથી તમે સાદી ખીચડી, મસાલા ખીચડી, લાપસી વગેરે જેવી અનેક ડિશ બનાવી શકો છો જે તમારા શારીરિક વિકાસ પામતા બાળક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

છેલ્લે બનાવવામાં ખૂબ સરળ

તેમજ તમારા દૈનિક ખોરાકમાં ઘઉંના ફાડાનો સમાવેશ શા માટે કરવો જોઈએ તેનું બીજુ કારણ એ છે કે તેને ખૂબ જ સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ તેમાં દૂધથી લઈને શાકભાજીને ભેળવીને અલગ અલગ આઇટમ બનાવી શકાય છે. જોકે આ ઘઉંના ફાડાની દૈનિક આહારમાં માત્રા માપામાં જ રાખવી જોઈએ.

from I Am Gujarat https://ift.tt/2IXxeuv
via IFTTT

બુરડી કાંડ: આત્મહત્યા કરનાર પરિવારનું મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમ થશે

મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમ થશે

નવી દિલ્હી: દિલ્હી પોલીસ બુરાડીમાં રહસ્યમય રીતે એક જ પરિવારના 11 સભ્યોની મોતના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે મોતના રહસ્ય સુધી પહોંચવા માટે મૃતદેહોનું મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવાયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. જો કે આ પ્રકારનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર કોણ હશે તેની નિર્ણય હજુ લેવાયો નથી.

વડ તપસ્યા કરતો હતો પરિવાર

મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમમાં પરિવારના જીવિત સભ્યોની માનસિકતા અને મૃતકના મગજની હાલતની તપાસ કરવામાં આવે છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ઘટનાસ્થળેથી મળેલા કાગળોમાં ‘વડ તપસ્યા’નો અભ્યાસ કરવાની વાત સામે આવી છે. જેમાં લોકો વડનું ઝાડ અને તેની ડાળીઓ બનવાનો પ્રયાસ કરે છે. મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમના એક્સપર્ટ મૃતકોની માનસિકતા જાણવાનો પ્રયાસ કરશે.

બિસરા ટેસ્ટ થશે

ઘરમાંથી મળેલા કાગળોમાં લખ્યું છે કે આ પ્રકારની સાધનાથી ભગવાન પ્રસન્ન થશે. પોલીસ હવે આ મામલે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ મળવાની રાહ જોવે છે. પોલીસ મૃતકોનો ટેસ્ટ (આ ટેસ્ટમાં મૃતકના પેટ, લીવર, કીડની, હાર્ટમાંથી સેમ્પલ લેવામાં આવે છે. શરીરના આ અંગોને એક સાથે બિસરા કહે છે.) કરાવશે જેથી તેમને ઝેર આપવામાં આવ્યું છે કે નહિ તે જાણી શકાશે.

from I Am Gujarat https://ift.tt/2tZV8AF
via IFTTT

જેતપુર જેતલસર જંકશન ગામે મંદ બુધ્ધિ ની બાળા પર બળાત્કાર

બ્રેકીગ
રાજકોટ.

જેતપુર તાલુકાના જેતલસર જકશન ગામે.મંદ બુધ્ધિની બાળા પર બળાત્કાર

પાચથી છ દીવશદીવશમા બળાત્કાર નો બીજો બનાવ બનતા.લોકોમા રોષ

ગત .સાજે.પુકત વયની બાળા સાથે આચવામા આવ્યુ દુષ્કર્મ
દુષ્કર્મ આચરનાર તેમજ મદદ ગારી કરનાર સહીત બે લોકોનો ગણતરીની કલાકોમા જડપી પાડી વધુ તપાસ જેતપુર તાલુકા પોલીસ તેજ કરીછે

રીપોર્ટ ફારૂક મોદન

var aax_size=’728×90′;
var aax_pubname = ’10e45-21′;
var aax_src=’302′;

http://c.amazon-adsystem.com/aax2/assoc.js

from AT THIS TIME https://ift.tt/2KDQKlt
via IFTTT